પ્રેરક અવતરણ
“દરેક દરિદ્ર માણસનું ફાટેલું પહેરણ એ મારો રાષ્ટ્રધ્વજ છે” – ચેગ્વારા

“અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી સદી તરફ,
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ.”

જોવ કોની વાટ આ માણસ વગરના મુલ્કમાં,
લ્યો સમેટી લો જાગરણ, ક્યારેય નૈ કોઇ મળે.


ગાયકઃ- આશા ભોસલે

  • ગીત – રોયા હશે ધનશ્યામ
  • કવિઃ- – કિસન સોસા
  • કંપોઝર – કિરન સંપત
  • ગીત રેકોર્ડ વર્ષ – ૧૯૮૦

” રાધાની છાતી પર ઝૂકીને કોઇક વાર
રોયા હશે ઘનશ્યામ.
હિમાળા ઢાળેથી ઢળ્યું હશે પછી,
શ્યામળી જમનાનું નામ.”

Wynk music-kishan sosa

https://wynk.in/music/artist/kishan-sosa/kishan-sosa

” ઘડિયાળના
કાંટા, ઢાંકી દીધા છે
તરુ- ડાળીએ
ને ફૂલો નિહાળીએ !” 
– એક તાન્કા

”થોર પર બેઠેલું પતંગિયું” – પોતાને માટે આપેલી ઉપમા

તેમના કાવ્યોનો અગ્રેજીમાં અનુવાદ

https://inmymindinmyheart.com/category/kisan-sosa/

  • સંપર્ક – પ્રણામી મંદિર પાસે, સૈયદપરા, સુરત – 39503
  • જન્મ
  • 4 એપ્રિલ, 1939, સુરત

કુટુંબ

  • માતા – રતનબેન, પિતા – નાથુભાઈ
  • પત્ની – અમરબાઈ( લગ્ન –  1977 )
  • સંતાન – ચાર
  • નામઃ- પૂર્વી, રક્ષા, હિતેશ, કાર્તિક

અભ્યાસ

  • પ્રાથમિક શિક્ષણ (અને છતાં કોઠાસૂઝથી નીવડેલા કવિ!)

વ્યવસાય

  • સુરત નગરપાલિકામાં નોકરી (Pro Department)

જીવનઝરમર

  • સર્વપ્રથમ મૌલિક પ્રકાશિત કૃતિ – ત્રીજા વિશ્વયુદ્ધ પછી
  • પ્રતિષ્ઠિત માસિક “કુમાર”માં કૃતિ પ્રકાશિત થતાં આનંદની લાગણી
  • ‘સહરા’ તથા ‘એવા વળાંક પર;  કૃતિઓએ કવિને વિશેષ પ્રસિદ્ધિ અપાવી.
  • સંગીત, ચિત્રકળામાં રુચિ
  • પાઠપૂજા કે વિધિઓમાં આસ્થા નહીં. ઈશ્વર કે ગુરુ પર શ્રદ્ધા નહીં.
  • તેમની અમુક કૃતિના અંગ્રેજીમાં અનુવાદ થયા છે.

પ્રકાશિત કાવ્યસંગ્રહો   

  • (૧)  સહરા                              –  ૧૯૭૭            –
  • (૨)  અવનિતનયા                      –   ૧૯૮૩           (તાન્કા) સંગ્રહ)
  • (૩)  અનસ્ત સૂર્ય                       –  ૧૯૮૫      ગુજરાત અકાદમી દ્રારા પુરસ્કૃત
  • (૪)  અનૌરસ સૂર્ય             (દલિત કવ્યો)      –  ૧૯૯૨ ગુજરાત અકાદમી દ્રારા પુરસ્કૃત
  • (૫)  સુર્ય જેમ ડુબી ગયું હાર્મોનિયમ         –  ૧૯૯૩ ગુજરાત અકાદમી દ્રારા પુરસ્કૃત
  • (૬)  કિસન સોસાના શ્રેષ્ઠ કાવ્યો,            –   ૧૯૯૬              (સંપાદન)     
  • (૭)  અનાશ્રિત સૂર્ય            (દલિત કવ્યો)      –  ૧૯૯૭      ગુજરાત અકાદમી દ્રારા પુરસ્કૃત
  • (૮)  છ્‍બ છ્‍બ પતંગીયું ન્હાય  (બાળ કાવ્યો)    –  ૧૯૯૯ ગુજરાત અકાદમી દ્રારા પુરસ્કૃત
  • (૯)  અડધો સૂર્ય                   –   ૧૯૯૯                 –
  • (૧૦)      ક્ષુધિત સૂર્ય                         –  ૨૦૦૫      (દલિત કાવ્યો)
  • (૧૧)      તૃષિત સૂર્ય                         –  ૨૦૦૫            –
  • (૧૨)      અવનિગંધા                        –  ૨૦૦૫       (તાન્કા સંગ્રહ)
  • (૧૩)      સહરામાં સપ્ત સૂર્ય                –  ૨૦૦૮       (દલિત કાવ્યો)
  • (૧૪)      પોસ્ટ સ્ટેન્ડ પાસે ઊભી છે ગઝલ      –  ૨૦૧૦       (ગઝલ સંગ્રહ)
  • (૧૫)      ધુમ્મસમાં પ્રજવતો સૂર્ય                 –  ૨૦૧૨       (દલિત કાવ્યો)
  • (૧૬)      વીંઝું છું સૂર્ય ગોફણે               –   ૨૦૧૬            (દલિત કાવ્યો)
  • (૧૭) બારણું બંધ કરવાની ક્ષણે         –  ૨૦૧૬      (કાવ્ય સંગ્રહ)

સંભવિત પ્રકાશન

  • (૧)  બારાક્ષરી બહાર સૂર્ય              –  દલિત કવ્યો
  • (૨)  ચંદ્રને સમર્પિત પિરામિડો                –   સંપાદન  (મહત્વના અછાંદસ કાવ્યોનું સંપાદન
  • (૩)  ચંદ્ર ટપકે ટીપે ટીપે                –   મહત્વના તાન્કાઓનો સંચય
  • (૪)  સકળ સૂર્ય                         –   સમગ્ર કવિતા

સન્માન

  • ત્રણ કાવ્યસંગ્રહોને ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કાર

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર – 3, શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)

Leave a comment